ગઢડા ગોપીનાથજી મંદિરમાં ડીવાયએસપી નકુમ વિરુદ્ધ કરેલ ફરિયાદના સંદર્ભે પાર્શદ રમેશભગતે આપ્યું નિવેદન

 

બોટાદ, ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગત તા.6/12/2020 ના રોજ ડીવાયએસપી નકુમ દ્વારા મંદિરની ઓફિસમાં બેફામ ગાળો આપી સંતો સાથે ગેરબંધારણીય વર્તણુક કરવા બદલ પાર્ષદ રમેશભગતે કરેલ ફરિયાદના અનુસંધાને આજરોજ બોટાદ જિલ્લા એલસીબી ઓફિસ ખાતે તેઓએ નિવેદન આપ્યું હતું. આ વિષે પાર્ષદ રમેશભગતે મીડિયાને જણાવ્યું હતું કે ડીવાયએસપી નકુમે કરેલા ગેરબંધારણીય વર્તણુક બદલ તેમને ડિસમિસ કરવાની માંગ કરી હતી.

આ સાથે તાજેતરમાં કેનેડા અને ન્યુજર્શીના શહેરોમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા પણ ડીવાયએસપી નકુમ વિરુદ્ધ ડિજિટલ માધ્યમથી રોષ વ્યક્ત કરી ભારત અને ગુજરાત પ્રશાશન પાસે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી તેના સંદર્ભે એસપી સ્વામીએ જણાવ્યું હતું કે પ્રશાશને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને લોકોની કાયદેસરની રજૂઆતોને વાચા આપવી જોઈએ.



Category : News

Post a Comment

Previous Post Next Post